Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 23 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં».
આ હદીષની સનદ હસન દરજજાની છે આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
મેં ગુફામાં મુશરિકોના પગ તરફ જોયું, તે અમારી પાસે ઉભા હતા, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તેમાંથી એક પણ જો પોતાના પગ તરફ જોઈ લેશે, તો આપણે બન્ને નજર આવી જઈશું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«મને શાપ આપનારો બનાવી મોકલવામાં નથી આવ્યો, પરંતુ મને દયા તરીકે મોકલવામાં આવ્યો છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه النسائي في السنن الكبرى وابن ماجه
નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ