Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 19 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«સોનાના બદલામાં સોનુ, ચાંદીના બદલે ચાંદી, ઘઉંના બદલામાં ઘઉં, જુવારના બદલે જુવાર, ખજૂરના બદલામાં ખજૂર અને મીઠાના બદલે મીઠાનો વેપાર કરવા પર રોક લગાવી છે, જો બરાબર બરાબર અને રોકકડ વેપાર હોય તો કંઇ વાંધો નથી, એની પરવાનગી આપી છે, જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તો જેમ ઈચ્છો તેમ વેપાર કરી શકો છો, શરત એ કે એક હાથથી લઈ બીજા હાથથી બદલવામાં આવે, અર્થાત્ રોકકડ વેપાર કરવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«નઝર (પ્રતિજ્ઞા) નો કફ્ફારો તે જ છે, જે સોગંદનો છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
હે અલ્લાહના રસૂલ! ઉમ્મ સઅદનું મૃત્યુ થઈ ગયું છે, તો કયો સદકો તેમના માટે સૌથી શ્રેષ્ઠ છે?, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાણી», રાવી કહે છે કે સઅદે એક પાણીનો કુંવો ખોદાવ્યો અને કહ્યું કે આ ઉમ્મે અદ માટે છે.
આ હદીષ રિવાયત કરનાર રાવીઓ દ્વારા હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બનૂ સુલૈમ નામના કબીલાની ઝકાત ઉઘરાવવા માટે જે ઈબ્ને લુત્બિય્યહ નામના વ્યક્તિને મોકલ્યા, જ્યારે તે માલ લેવા માટે આવ્યા તો કહેવા લાગ્યા: આ તમારો માલ છે (અથાત્ મુસલમાનોનો છે) અને આ મારો હદીયો છે. તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પછી તમે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત, તો હદીયો જાતે જ તમારા ઘરે આવી જતો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને ખુતબો આપ્યો અને અલ્લાહના વખાણ કર્યા, ફરી કહ્યું: «જુઓ, હું તમારા માંથી એક વ્યક્તિને એ કામ માટે જવાબદાર બનાવું છું, જે કામ માટે મને અલ્લાહએ જવાબદાર બનાવ્યો છે, પછી તે વ્યક્તિ આવે છે અને કહે છે કે આ માલ તમારો છે અને આ મને હદિયો આપવામાં આવ્યો છે, તેણે પોતાના માતા-પિતાના ઘરે જ બેસી રહેવું જોઈએ, ત્યાંજ તેનો હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે, જો કે હું તમારા માંથી તે દરેક વ્યક્તિને ઓળખી જઈશ, જે અલ્લાહ પાસે આ પ્રકારની સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે ઊંટ પકડી રાખ્યું હશે, જે અવાજ કરતું હશે, એવી જ રીતે ગાય લઇને આવશે, જે રડી રહ્યું હશે, એવી જ રીતે બકરી પણ, જે રડી રહી હશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ ઉઠાવ્યો, અહીં સુધી કે આપના બગલની સફેદી નજર આવી અને કહ્યું: «હે અલ્લાહ! શુ મેં પહોંચાડી દીધું?» આ શબ્દો કહેતા મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મારી આંખેથી જોયા અને મારા કાન વડે સાંભળ્યું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે