Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો દસ ગણો અને એક નેકીનો બદલો સાત સો ઘણો છે, વાજિબ કરવાવાળી બે વસ્તુ એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થયું હોય કે તેણે ક્યારેય અલ્લાહ સાથે શિર્ક ન કર્યું હોય, તો તે જન્નતમાં દાખલ થશે, અને જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરતા મૃત્યુ પામશે તો તે જહન્નમમાં દાખલ થશે, અને બરાબર બરાબર અમલનો બદલો એમ કે જે વ્યક્તિ દિલમાં નેકી કરવાનો ઈરાદો કરે, અને અલ્લાહના ઇલ્મમાં તો છે જ તો તેને તે નેકીનો એક બદલો મળે છે, અને જે બુરાઈ, ગુનાહના કામ કરશે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે, જે વ્યક્તિ એક નેકી કરશે તો તેના માટે દસ ઘણો બદલો લખવામાં આવે છે અને જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશે તો તેના માટે એક નેકી સાત સો ઘણી ગણવામાં આવશે, બાકી રહ્યા તે લોકો જેમના માટે દુનિયામાં સુખચેન અને આખિરતમાં તંગી રહેશે, તેમજ કેટલાક લોકો એવા પણ છે, જેમને દુનિયામાં તંગી આપવામાં આવે છે અને આખિરતમાં વિશાળ બદલો આપવામાં આવશે, અને કેટલાક લોકો એવા પણ છે કે જેમના પર દુનિયા અને આખિરત બન્નેમાં તંગી હશે, અને કેટલાક લોકો એવા પણ હશે, જેમના માટે દુનિયા અને આખિરત બન્નેમાં વિશાળ બદલો આપવામાં આવ્યો હશે».
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં વકફ કરેલ સવારીના જાનવર પર ખર્ચ કરવામાં આવે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં પોતાના દોસ્ત અને સંબંધી પર ખર્ચ કરે છે» અબૂ કલાબહએ કહ્યું; નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાની શરૂઆત પોતાના ઘરવાળાઓથી કરી, એટલા માટે કે સવાબ પ્રાપ્ત કરવામાં તે વ્યક્તિ કરતા વધારે સવાબ કોને મળી શકે છે, જે નાના નાના બાળકો પર એટલા માટે ખર્ચ કરે છે કે તેઓ કોઈની સમક્ષ હાથ ફેલાવવાથી બચી જાય, અથવા અલ્લાહ તેમને ફાયદો પહોંચાડે અને નિરપેક્ષ કરી દે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે