Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ નસાઈએ, ઈમામ ઈબ્ને માજહએ અને ઈમામ ઈબ્ને હિબ્બાનલને પોતાની સહીહમાં અને ઈમામ હાકિમે રિવાયત કરી છે.
સર્વશક્તિમાન અલ્લાહની આ આયત વિષે: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: «જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ અને ઈમામ હાકિમએ રિવાયત કરી છે
«ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમે આ પ્રકારની ગંદકી (વ્યભિચાર)થી બચો, જેનાથી અલ્લાહએ રોક્યા છે, જો કોઈ વ્યક્તિથી આ કુકર્મ થઈ જાય તો, જો અલ્લાહએ તેને છુપાવ્યું હોય, તો તે પણ તેને છુપાવી લે અને અલ્લાહથી તૌબા કરે; કારણકે જે વ્યક્તિના કુકર્મ વિષે અમને જાણ થઈ ગઈ તો અને સર્વશક્તિમાન અલ્લાહની કિતાબ અનુસાર તેના પર આદેશ લાગું કરીશું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ હાકિમે અને ઈમામ બૈહકીએ રિવાયત કરી છે
«જયારે તમારા માંથી કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ), અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને શાશક માટે: «જયારે તે મસ્જિદ માંથી નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».
હસન આ હદીષને ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ હાકિમે રિવાયત કરી છે