Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«શું તમે સતત રોઝા રાખો છો અને સંપૂર્ણ રાત ઈબાદત કરો છો?», મેં કહ્યું: હા, તો નબી ﷺએ કહ્યું: «જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો અંદર જતી રહેશે અને તમે કમજોર થઈ જશો, અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે», મેં કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું, તો નબી ﷺએ કહ્યું: «તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા હતા અને બીજા દિવસે ન હતા રાખતા, અને જ્યારે દુશ્મન સાથે સામનો થતો તો ભાગી નહતા જતાં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ