Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 6 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ કરો» અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અમે શામ શહેર તરફ આવ્યા, તો અમે જોયું કે શૌચાલયો કઅબા તરફ બનાવમાં આવ્યા હતો, તો જ્યારે અમે (પોતાની હાજત પૂરી કરવા માટે ગયા તો) બીજી દિશા તરફ બેઠા અને અલ્લાહ પાસે માફી માંગી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
તેણી પોતાના નાના બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવી, જે હજુ ખાવાનું ખાતો ન હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તેણે આપના કપડાં પર પેશાબ કરી, આપે પાણી મગાવ્યું અને પાણીના છાંટા મારી દીધા, અને તેને ધોયું નહીં.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો» અને બુખારીની રિવાયતના શબ્દો છે: નબી ﷺ એ કહ્યું: «વઝૂ કરો અને પોતાના ગુપ્તાંગને ધોઈ લો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«»જ્યારે કૂતરું તમારા માંથી કોઈના વાસણમાં પી લે, તો તે વાસણને સાત વખત ધોવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મદીનહના કોઈક રસ્તા પર તેમની મુલાકાત થઇ, તે સમયે તેઓ જનાબતની (અપવિત્ર) સ્થિતિમાં હતા, ત્યાંથી ધીમે રહીને તેઓ ખસ્કી નીકળી ગયા, તેઓએ સ્નાન કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને શોધતા રહ્યા, જ્યારે તેઓ આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! ક્યાં જતા રહ્યા હતા? તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું જનાબતની સ્થિતિમાં હતો અને મને સારું ન લાગ્યું કે હું એ સ્થિતિમાં આપની સાથે બેસું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ