Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 18 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«અંતિમ સમયે એક એવી કોમ આવશે, જે નાના દાંતોવાળા, મંદબુદ્ધિ અને મૂર્ખ હશે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ વાતો કહેશે, પરંતુ ઇસ્લામ માંથી એવી રીતે નીકળી ગયા હશે જે રીતે તીર નિશાનાની બાજુથી પસાર થઈ જાય છે તેમનું ઈમાન તેમના ગળાની નીચે નહીં ઉતરે, તમે તેમને જ્યાં પણ જુઓ કત્લ કરી દો; કારણકે તેમની હત્યા કરનારને આખિરતમાં સાવબ મળશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે હું તમને કંઈ વસ્તુથી રોકુ તો રુકી જોઓ, અને જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું તો પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામનો જન્મ થયો, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું દરેક હદીષ, જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશના લોકોએ મને લખવાથી રોક્યો, અને કહ્યું કે શું તમે નબી ﷺ પાસેથી સાંભળેલી દરેક વાત લખી રહ્યા છો? જો કે નબી ﷺ માણસ છે, ખુશી અને ગુસ્સા બંને સ્થિતિમાં વાતો કરતા હોય છે, તો મેં લખવાનું છોડી દીધું, આ વિશે અલ્લાહના રસૂલ ﷺ ને જણાવ્યું તો નબી ﷺ એ પોતાની આંગળીથી પોતાના મોઢા તરફ ઈશારો કર્યો અને કહ્યું: «લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય).
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે