Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 25 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાના મુકદ્દમામાં રિવાયત કરી છે
«માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને તિરમિઝી વગેરે કિતાબમાં રિવાયત કરી છે.
«અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે