Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 56 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી અને ઈમામ નસાઈએ અલ્ કુબ્રામાં રિવાયત કરી છે
હું બનૂ મુન્તફિક જૂથનો સરદાર બની અથવા બનૂ મુન્તફિક સાથે જોડાવી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમ પાસે આવ્યો, જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમની પાસે આવ્યા, તો આપ ઘરમાં ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ખઝીરા (એક પ્રકારનું ભોજન) તૈયાર કરવાનો આદેશ આપ્યો, તે તૈયાર કરવામાં આવ્યું, અમારા સામે થાળી લાવવામાં આવી, (કુતૈબહએ પોતાની રિવાયતમાં "કન્નાઅ" શબ્દનો ઉપયોગ નથી કર્યો, કન્નાઅ તે થાળી અથવા વાસણને કહે છે, જેમાં ખજૂર મુકેલી હોય છે) પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્લમ આવ્યા અને કહ્યું: «શું તમે કંઈ ખાધું? અથવા તમારા માટે કંઈ વસ્તુ તૈયાર કરવામાં આવી છે? અમે જવાબ આપ્યો, હા, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! અમે આપની સાથે બેઠા હતા કે અચાનક એક ભરવાડ પોતાની બકરીઓ બાળ તરફ લઈ ગયો, તેની સાથે એક બકરીનું બચ્ચું હતું, જે અવાજ કરી રહી હતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ફલાણા વ્યક્તિ! શું જન્મ્યું, (નર કે માદા)?» તેણે જવાબ આપ્યો: માદા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તેની જગ્યાએ અમારા માટે એક બકરી ઝબેહ કરો», પછી (લકીત)ને કહ્યું: આ પ્રમાણેનો વિચાર તમારા દિલમાં ન આવે, લકીત રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અહીંયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લા તહસિબન્ન» «લા તહસબન્ન» નથી કહ્યું, «અમે તેને તમારા માટે ઝબેહ કર્યું છે, પરંતુ વાત એવી છે કે અમારી પાસે સો બકરીઓ છે, અમે તેને વધારવા નથી માંગતા, એટલા માટે જ્યારે કોઈ વચ્ચું જન્મે છે તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરી દઇએ છીએ», લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, જેની જબાન ખૂબ ચાલે છે, (હું શું કરું)? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને તલાક આપી દો», મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! એક સમય સુધી અમે સાથે રહ્યા છે, તેનાથી મારા સંતાનો પણ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને ભલામણ કરો, જો તેનામાં ભલાઈ હશે તો તમારું અનુસરણ કરશે, તમારી વાત માનશે, અને તમે પોતાની પત્નીઓને આ રીતે ન મારો, જે રીતે તમે તમારી દાસીઓને મારો છો», પછી મેં કહ્યું: અલ્લાહના પયગંબર! મને વઝૂ વિશે જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«કંજૂસ તે વ્યક્તિ છે, જેની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈએ અલ્ કુબ્રામાં અને ઈમામ અહમદે રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને યમન મોકલ્યો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે પશુઓમાં દરેક ત્રીસ ગાયમાં એક વર્ષનું વાછરડું અથવા એક વર્ષની ગાય, તેમજ દરેક ચાળીસ ગાય પર બે વર્ષની ગાય, તેમજ દરેક બાલિગ -અર્થાત્ પુખ્તવ્ય- પર એક દીનાર અથવા એક મુઆફિર જેટલો જે યમનના એક પ્રકારનું કપડું છે.
સહીહ બિશવાહિદીહી આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિની બે પત્નીઓ હોય, અને તે એક જ પત્ની તરફ ઝૂકી ગયો, તો તે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેનો એક ભાગ ઝૂકેલો હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે