Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 79 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«તમારા માંથી જે વ્યક્તિ નીડરતાની સ્થિતિમાં સવાર કરે, શારીરિક રીતે સલામત હોય તેમજ એક દિવસનું અન્ન તેની પાસે હોય તો જાણે કે તેના માટે આખી દુનિયા ભેગી કરી દેવામાં આવી છે».
હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».
હસન આ હદીષને ઈમામ ઈબ્ને માજહએ, ઈમામ દારકુત્નીએ વગેરેએ મુસ્નદ તરીકે રિવાયત કરી છે.
અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ આળસ કરતા સતત ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના જમણા હાથમાં રેશમ અને ડાબા હાથમાં સોનું લીધું, ફરી બંને હાથ ઉઠાવ્યા, અને કહ્યું: આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«તમારા માંથી કોઈ વ્યક્તિને લોકોનો ભય તેને સત્ય વાત કહેવાથી ન રોકે, જ્યારે તે તેને જોઈ રહ્યો હોય અથવા જાણતો હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે