Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
હું દરેક હદીષ, જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશના લોકોએ મને લખવાથી રોક્યો, અને કહ્યું કે શું તમે નબી ﷺ પાસેથી સાંભળેલી દરેક વાત લખી રહ્યા છો? જો કે નબી ﷺ માણસ છે, ખુશી અને ગુસ્સા બંને સ્થિતિમાં વાતો કરતા હોય છે, તો મેં લખવાનું છોડી દીધું, આ વિશે અલ્લાહના રસૂલ ﷺ ને જણાવ્યું તો નબી ﷺ એ પોતાની આંગળીથી પોતાના મોઢા તરફ ઈશારો કર્યો અને કહ્યું: «લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય).
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે