Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 1 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

મારી માતા (ઉમરહ બિનતે રવાહા) એ મારા પિતાને મને કંઈક હદીયો આપવાની માંગ કરી, (પહેલા તો તેમણે ઇન્કાર કર્યો કે કારણકે અન્ય પત્નીઓના પણ બાળકો હતા) પછી માની ગયા અને મને એક વસ્તુ હદીયો આપ્યો, પરંતુ મારી માતાએ કહ્યું કે હું ત્યાં સુધી આનાથી ખુશ નહીં થાઉં જ્યાં સુધી તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાક્ષી ન બનાવી લો, મારા પિતા મારો હાથ પકડી મને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવ્યા, અને તે સમયે હું નાનો હતો, મારા પિતાએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: હે અલ્લાહના પયગંબર! આ બાળકની માતા ઉમરહ બિન્તે રવાહા મને આ બાળકને કંઈક હદીયો આપવાનું કહી રહી છે અને સાથે સાથે તમને સાક્ષી બનાવવા માટે પણ આગ્રહ કરી રહી છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે બશીર! આ બાળક સિવાય તમારા બીજા બાળકો છે?» કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે દરેકને આ પ્રમાણે હદીયો આપ્યો?» કહ્યું: ના, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તો તમે મને આ વાત પર ગવાહ ન બનાવો એટલા માટે કે હું અન્યાય બાબતે ગવાહ નથી બનતો», મુસ્લિમના શબ્દો છે: «ત્યારે તો તમે મારા સિવાય બીજાને સાક્ષી બનાવી લો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે) અને તેના અનેક શબ્દો છે.