Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે શું વાત છે માસિક વાળી સ્ત્રી રોઝાની કઝા તો કરે છે પરંતુ નમાઝની કઝા નથી કરતી? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: શું તું હરૂરિય્યહ છે? મેં કહ્યું: હું હરૂરિય્યહ નથી, પરંતુ હું ફક્ત સવાલ કરી રહી છું, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જ્યારે અમને માસિક આવતું તો અમને રોઝાની કઝા કરવાનો આદેશ આપવામાં આવતો, નમાઝની કઝા કરવાનો આદેશ આપવામાં ન આવતો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવુદે આ શબ્દો સાથે રિવાયત કરી છે, અને ઈમામ બુખારીએ આ હદીષને આ શબ્દ વગર (બઅદત્ તુહુર) રિવાયત કરી છે
ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા જે અબ્દુર રહમાન બિન ઔફ રઝી અલ્લાહુ અન્હુની પત્ની હતા, તેમણે નબી ﷺ પાસે (માસિક પછી પણ) સતત લોહી આવવાની ફરિયાદ કરી, તો નબી ﷺ એ તેમને કહ્યું: «તમે એટલા દિવસ નમાઝ પઢવાથી રુકી જાઓ, જેટલા દિવસ તમને તમારું હૈઝ (માસિક) નમાઝ પઢવાથી રોકતું હતું, ત્યારબાદ ગુસલ કરી લો». જેથી તે દરેક નમાઝ માટે ગુસલ કરતાં હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મને ઇસ્તિહાઝહનું લોહી આવે છે અને હું પાક નથી થઈ શકતી તો શું હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ કહ્યું: «ના, આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ