Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه النسائي في السنن الكبرى وابن ماجه
નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુસરું, કૈસર અને નજ્જાશી તેમજ અન્ય અત્યાચારી શાસકોને પત્ર લખી અલ્લાહ તરફ આમંત્રણ આપ્યું, નજ્જાશી અત્યાચારી ન હતો, જેની જનાઝાની નમાઝ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પઢી હતી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ