Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 25 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે કઈ વસ્તુઓ છે? આપ રસૂલ ﷺ એ કહ્યું: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈને નાહક કતલ કરી દેવું, જેને અલ્લાહએ હરામ કર્યું છે, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના સમયે પીઠ ફેરવીને ભાગવું, અને નિર્દોષ સ્ત્રીઓ પર આરોપ મુકવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, તેનું નામ અબ્દુલ્લાહ હતું, અને તેનો લકબ (ઉપનામ) ગધેડો હતો, તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને દારૂ પીવાની સજા આપી હતી, એક દિવસ તેને લાવવામાં આવ્યો, તો તેને સજા આપવાનો આદેશ આપવામાં આવ્યો, તો લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહ! તેના પર લઅનત (શાપ) મોકલ, તેને ઘણીવાર અહીં લાવવામાં આવ્યો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે એક અભિયાન પર હતા, એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સાર (સહાયકો) ના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ સંભળાવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ શું છે?», તો લોકોએ કહ્યું: એક મુહાજિર (હિજરત કરનાર) વ્યક્તિએ અન્સારના એક વ્યક્તિને ધક્કો માર્યો, અન્સારના વ્યક્તિએ બુમ પાડી: હે અન્સારીઓ! મદદ કરો, અને મુહાજિર વ્યક્તિએ પણ બુમ પાડી: હે મુહાજિરો! મદદ કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ પ્રકારની અજ્ઞાનતાની વાતો છોડી દો; કારણકે અત્યંત ખરાબ વાતો છે», જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા તો અન્સારી સહાબાની સંખ્યા વધારે હતી, પરંતુ આગળ જતા મુહાજિર સહાબાઓની સંખ્યા વધી ગઈ, તો અબ્દુલ્લાહ ઇબ્ને ઉબઈએ કહ્યું: શું ખરેખર તે લોકોએ આમ કર્યું, અલ્લાહની કસમ, જયારે આપણે મદીનહ પાછા ફરીશું, ત્યારે અમારા માંથી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ સૌથી અપમાનિત વ્યક્તિને કાઢી મુકશે, તો ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! મને પરવાનગી આપો, હું આ મુનાફિક (દંભી) વ્યક્તિને કતલ કરી દઉં, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને છોડી દો, જેથી લોકો એમ ન કહે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કતલ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ