Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારી રીતે કરો, અને જ્યારે જાનવર ઝબેહ કરો, તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાની છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબેહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામી જગ્યાએ હતા, લોકોને સખત ભૂખ લાગી હતી, ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ હતી, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાછળ હતા, તેઓએ ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ તે ડેગોને ઊંધી કરી દેવામાં આવી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, તો એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને રોક્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે, તો તેની સાથે આમ જ કરો», તો રાફેએ કહ્યું: અમને આશા છે, -અમને ભય છે- કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વસ્તુ પણ લોહી વહાવી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તો તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, તમે કતલ કરો તો સારી રીતે કતલ કરો, જ્યારે તમે ઝબેહ કરો તો સારી રીતે ઝબેહ કરો, એવી રીતે કે જ્યારે તમે ઝબેહ કરો તો છરીને ધારદાર કરી દો, અને તમારા જાનવરને આરામ પહોંચાવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે