Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 12 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બનૂ સુલૈમ નામના કબીલાની ઝકાત ઉઘરાવવા માટે જે ઈબ્ને લુત્બિય્યહ નામના વ્યક્તિને મોકલ્યા, જ્યારે તે માલ લેવા માટે આવ્યા તો કહેવા લાગ્યા: આ તમારો માલ છે (અથાત્ મુસલમાનોનો છે) અને આ મારો હદીયો છે. તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પછી તમે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત, તો હદીયો જાતે જ તમારા ઘરે આવી જતો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને ખુતબો આપ્યો અને અલ્લાહના વખાણ કર્યા, ફરી કહ્યું: «જુઓ, હું તમારા માંથી એક વ્યક્તિને એ કામ માટે જવાબદાર બનાવું છું, જે કામ માટે મને અલ્લાહએ જવાબદાર બનાવ્યો છે, પછી તે વ્યક્તિ આવે છે અને કહે છે કે આ માલ તમારો છે અને આ મને હદિયો આપવામાં આવ્યો છે, તેણે પોતાના માતા-પિતાના ઘરે જ બેસી રહેવું જોઈએ, ત્યાંજ તેનો હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે, જો કે હું તમારા માંથી તે દરેક વ્યક્તિને ઓળખી જઈશ, જે અલ્લાહ પાસે આ પ્રકારની સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે ઊંટ પકડી રાખ્યું હશે, જે અવાજ કરતું હશે, એવી જ રીતે ગાય લઇને આવશે, જે રડી રહ્યું હશે, એવી જ રીતે બકરી પણ, જે રડી રહી હશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ ઉઠાવ્યો, અહીં સુધી કે આપના બગલની સફેદી નજર આવી અને કહ્યું: «હે અલ્લાહ! શુ મેં પહોંચાડી દીધું?» આ શબ્દો કહેતા મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મારી આંખેથી જોયા અને મારા કાન વડે સાંભળ્યું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ ફક્ત મુસલમાનોના માલ હડપ કરવા માટે જૂઠી સોગંદ લે, તો તે અલ્લાહ સાથે એ સ્થિતિમાં મુલાકાત કરશે કે અલ્લાહ તેના પર સખત ગુસ્સે હશે», રિવાયત કરનારે કહ્યું: અશ્અષ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! મારા અને એક યહૂદી વ્યક્તિ વચ્ચે જમીન બાબતે ઝગડો હતો, તેણે ઇન્કાર કર્યો, તો તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ કેસ રજૂ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારી પાસે કોઈ સાક્ષી છે?» મેં કહ્યું: ના, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદીને કહ્યું: «શું તું સોગંદ ખાઈ છે?», તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! ત્યારે તો આ જૂઠી કસમ લઈ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {નિઃશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુઃખદાયી અઝાબ છે.} સંપૂર્ણ આયત.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે, તે તખતીઓને આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના વડે તેના કપાળ, તેની પીઠ અને તેના બાજુઓને દાગ આપવામાં આવશે, અને જ્યારે પણ તે તખતીઓ ઠંડી પડી જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે, (આ અમલ સતત ચાલુ રાખવામાં આવશે) હિસાબ કિતાબના દિવસ સુધી, ત્યાંનો એક દિવસ પચાસ હજાર વર્ષ બરાબર હશે, જ્યાં સુધી બંદાઓ વચ્ચે નિર્ણય કરી દેવામાં આવશે, અને તેમને જન્નત અથવા જહન્નમનો માર્ગ બતાવી દેવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે».
હસન આ હદીષને ઇમામ બુખારીએ 'અલ અદબુલ મુફરદ'માં અને ઇમામ અબૂ યાઅલાએ તથા ઇમામ બૈહકીએ રિવાયત કરી છે
«સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
હું અશ્અરી ખાનદાનના એક જુથ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સવારી માંગી, તો નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ મારી પાસે સવારી નથી અને હું તમારા માટે સવારીના જાનવરનો બંદોબસ્ત પણ કરી નથી શકતો», ફરી અમે અલ્લાહની ઈચ્છા પ્રમાણે આમ જ રોકાઈ રહ્યા, ત્યાર પછી સારી ગુણવત્તાવારી ઊંટણીઓ લાવવામાં આવી, અને નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે ઊંટણીઓ અમને આપી દીધી, બસ જ્યારે અમે રવાના થવા લાગ્યા તો અમારા માંથી કોઈએ અથવા કેટલાક લોકોએ કહ્યું: અલ્લાહની કસમ! આપણને આ સવારીમાં બરકત પ્રાપ્ત નહીં થાય, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા હતા તો તેમણે કસમ ખાધી હતી, અને જણાવ્યું હતું કે તે અમારા માટે સવારીનો બંદોબસ્ત નહીં કરી શકે, ફરી હવે તેમણે અમને સવારી આપી છે, તો આપણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જવું જોઈએ, અને તેમને કસમ (સોગંદ) યાદ અપાવવી જોઈએ, જેથી અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ! મેં તમારા માટે સવારીનો બંદોબસ્ત નથી કર્યો પરંતુ અલ્લાહએ કરી આપ્યો છે, અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ