Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 63 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)».
આ હદીષની સનદ હસન દરજજાની છે رواه ابن ماجه والنسائي في الكبرى وأحمد
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«જો લોકોને તેમના દાવા પ્રમાણે આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને જાનનો દાવો કરવા લાગશે, પરંતુ આમ નથી, શરીઅતનો કાયદો એ છે કે દાવો કરનારે દલીલ આપવી પડશે, અને ઇન્કાર કરનારાએ સોગંદ ખાવી પડશે».
હસન આ હદીષને બૈહકી વગેરે કિતાબમાં આ જ રીતે રિવાયત કરી છે અને તેનો અમુક ભાગ સહીહૈનમાં છે.
«હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા લોકોને તેમના અમલનો બદલો આપશે તે સમયે અલ્લાહ તઆલા કહેશે: તે લોકો પાસે ચાલ્યા જાઓ, જેમના માટે દુનિયામાં તમે અમલ કરતા હતા, અને જાવ જુઓ તેમની પાસે તમારા માટે કંઈ બદલો છે?».
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે