Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 17 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા જન્નત તરફ મોકલ્યા તો કહ્યું: જાઓ અને તેને જુઓ, મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ જોઈને પાછા ફર્યા, અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, ફરી અલ્લાહ તઆલાએ તેને નાપસંદ કાર્યો વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ જોઈને પાછા ફર્યા અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે કે કોઈ પણ આમાં દાખલ નહીં થઈ શકે, અલ્લાહ તઆલાએ કહ્યું: જાઓ જહન્નમ તરફ અને જુઓ કે મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે? તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ તેમાં દાખલ થવાની ઈચ્છા નહીં કરે, ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ એવો બાકી નહીં રહે, જે આ જહન્નમમાં દાખલ નહીં થાય».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં».
આ હદીષની સનદ હસન દરજજાની છે આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«માનવીના ઉત્તમ ઇસ્લામની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને તિરમિઝી વગેરે કિતાબમાં રિવાયત કરી છે.
«અલ્લાહની બંદીઓને મસ્જિદમાં જવાથી ન રોકો, પરંતુ તેમને બુરખા પહેરી બહાર જવા દો».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને.
હસન આ હદીષને ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સવાર થતી તો આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ બિક અસ્બહના, વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સવાર કરી અને તારી જ દેખરેખ હેઠળ અમે સાંજ કરી, તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, અને જ્યારે સાંજ થતી તો આ દુઆ કરતા: «બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, કહ્યું: બીજી વખત: «વઇલૈકન્ મસીર» ઠેકાણું તારી તરફ જ છે.
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી અને ઈમામ નસાઈએ અલ્ કુબ્રામાં અને ઈમામ ઈબ્ને માજહ રિવાયત કરી છે.