Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«ત્રણ વ્યક્તિઓ એવા છે, જેમની સાથે ન તો વાત કરવામાં આવશે, ન તો તેમને પવિત્ર કરવામાં આવશે અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે: વ્યભિચાર કરનાર વૃદ્ધ વ્યક્તિ, ઘમંડ કરનાર ગરીબ વ્યક્તિ અને તે વ્યક્તિ જેણે અલ્લાહના નામને જ વેપાર બનાવી લીધો હોય, જે ખરીદી કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે અને વેચાણ કરે તો પણ અલ્લાહની કસમ ખાઈને કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તબ્રાનીએ રિવાયત કરી છે
«ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?» ત્રણ વાર તે વ્યક્તિએ કહ્યું: હાં, નબી ﷺ એ કહ્યું: «તો આ તેના માટે પૂરતું થઈ જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈમામ અબૂ યઅલા રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહ અને ઈમામ ઝિયા અલ્ મકદસી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે