Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો રહેશે, તેટલું જ તે જાદુ વિશે વધુ જ્ઞાન મેળવતો રહેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જાય, નબી ﷺ પોતાની હથેળીમાં હલાવતા હતા અને કહેતા હતા: આજ પ્રમાણે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ કહ્યું: «હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ આમંત્રણ ન આપ્યું હોય.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ અને ઈમામ બૈહકીએ રિવાયત કરી છે
«તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે