Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 28 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી, વર્ હમ્ની, વઆફિની, વહ્દિની, વર્ ઝુક્ની" (અર્થ: હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહેમ કર, મને આફિયત આપ, મને માર્ગદર્શન આપ અને મને રોજી આપ)».
હસન બિશવાહિદીહી આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે