Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ ﷺ એ અમને હુદૈબિયહના સમયે સવારની નમાઝ પઢાવી અને તે રાત્રે વરસાદ પડ્યો હતો, નમાઝ પઢી લીધા પછી આપ લોકો તરફ મોઢું ફેરવ્યું અને કહ્યું: જાણો છો તમારા પાલનહારે શું કહ્યું છે? સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: તમારા પાલનહારે મને કહ્યું સવાર થતા થતા કેટલાક મોમિન થયા અને કેટલાક કાફિર બની ગયા, બસ જેણે કહ્યું કે અલ્લાહની કૃપા અને તેની રહેમતથી વરસાદ પડ્યો તો તે મારો મોમિન બંદો છે, અને તારાઓનો ઇન્કાર કરવાવાળો બંદો છે અને જેણે ફલાણા સિતારાનું ફલાણી જગ્યા પર આવવાના કારણે વરસાદ પડ્યો કહ્યું તો તે મારા માટે કાફિર અને તારાઓ માટે મોમિન બંદો છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે