Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 27 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા, શું તેના વિષે અમારી પાસે પૂછપરછ કરવામાં આવશે? નબી ﷺ એ જવાબ આપ્યો: «જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે
«મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે) અર્થાત્ ઇસ્લામ લઈ આવે, અને નમાઝ કાયમ કરવા લાગે ઝકાત આપવા લાગે, જે લોકો આમ કરી લેશે તેની જાન અને માંલ્ મારાથી સુરક્ષિત થઈ જશે સિવાઈ એ કે તેના પર ઇસ્લામના કારણે કોઈ અધિકાર વાજિબ થાય, અને બાકી રહેલા તેમના હિસાબ તો તે અલ્લાહના શિરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
તેઓએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તમે જણાવો કે કાફિરો માંથી કોઈ કાફિર સામે મારો મુકાબલો થાય અને તે તલવાર વડે મારો એક હાથ કાપી નાખે અને પછી તે મારાથી બચતા એક વૃક્ષ પાછળ જઈ સંતાઈ જાય, અને કહે કે મેં અલ્લાહ માટે ઇસ્લામ સ્વીકારી લીધો છે, તો હે અલ્લાહના રસૂલ! આ શબ્દો કહ્યા પછી હું એને કતલ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કતલ ન કરશો», હે અલ્લાહના રસૂલ ! તેણે મારો એક હાથ કાપી નાખ્યો છે અને હાથ કાપી નાખ્યા પછી ઇસ્લામનો સ્વીકાર કર્યો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને કતલ ન કરશો, જો તમે કતલ કરશો તો તે તમારી જગ્યા પર આવી જશે, જે જગ્યાએ તમે કતલ કર્યા પહેલા હતા અને તમે તે જગ્યા પર આવી જશો, જે જગ્યા પર પહેલા તે હતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમારા માંથી કોઈ વ્યક્તિ કોઈ ભાઈને કહેશે કે હે કાફિર! તો બન્ને માંથી એક કાફિર બની જશે, જે પ્રમાણે તેણે કહ્યું છે જો તે કાફિર નહીં હોય તો તેનું કહેવું તેની તરફ ફરી જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ