Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 14 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કેટલાક કેદીઓને લાવવામાં આવ્યા, કેદીઓમાં એક સ્ત્રી હતી, જે દોડી રહી હતી, એટલામાં જ એક બાળક તેને તે કેદીઓ સાથે મળ્યો, તેણીએ તેને તરત જ છાતીએ લગાવ્યો અને તેને દૂધ પીવડાવવા લાગી, અમને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં નાખી પણ શકે છે? અમે કહ્યું: અલ્લાહની કસમ! ક્યારેય નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પોતાના બંદાઓ પર તેના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો, મને જૂઠલાવવાનો અર્થ એ કે આદમના સંતાન કહે છે: હું તેને બીજી વખત જીવિત નહીં કરું, જો કે મારા માટે તેને ફરી વાર જીવિત કરવું, પહેલી વખત જીવિત કરતા વધુ સરળ છે, અને મને ગાળો આપવી કે તેનું આ પ્રમાણે કહેવું: અલ્લાહએ પોતાના માટે સંતાન બનાવી, જો કે હું એકલો છું, બે નિયાઝ છું, ન તો મારી કોઈ સંતાન છે, ન તો હું કોઇની સંતાન છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે, અને કહે છે: «છે કોઈ વ્યક્તિ જે મારી પાસે દુઆ કરતો હોય અને હું તેની દુઆ કબૂલ કરું? છે કોઈ મારો બંદો જે મારી પાસે સવાલ કરતો હોય અને હું તેને આપું? છે કોઈ મારો બંદો જે મારી પાસે માફી માંગતો હોય અને હું તેને માફ કરી દઉં?».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ