Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 30 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
તેઓ એક સફરમાં નબી ﷺ સાથે હતા, તેમણે કહ્યું: આપ ﷺ એ પોતાના એક સંદેશવાહકને ઘોષણા કરવા મોકલ્યો, -તે સમયે લોકો પોતાના તંબુઓમાં હતા-: «જો કોઈ ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) અથવા બીજી કોઈ વસ્તુ લટકાયેલી જુઓ તો તેને તરત જ કાપી નાખજો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો, જો હું મારી કોમ માંથી કોઇ વ્યક્તિને પણ મારો મિત્ર બનાવતો તો હું અબૂ બકર રઝી. ને મારો મિત્ર બનાવતો, ખબરદાર ! તમારાથી પહેલાના લોકોએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનવી લીધી, જેથી તમે કબરોને સિજદો કરવાની જગ્યા (મસ્જિદ) ન બનાવશો, કારણેકે હું તમને તેનાથી રોકું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ