Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ! કયામતના દિવસે તમારી ભલામણનો સૌથી વધારે હકદાર કોણ હશે? નબી ﷺ એ કહ્યું: «હે અબૂ હુરૈરહ ! મને ખબર હતી કે તમારાથી પહેલા મને આ સવાલ કોઈ નહીં કરે, કારણકે હું જોઉ છું કે તમે હદીષ પ્રત્યે કેટલા ઉત્સાહિત છો, કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક જુથમાં બેઠા હતા, અમારી સાથે અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા પણ હતા, અચાનક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી વચ્ચેથી ઊભા થઈ જતાં રહ્યા, અને ઘણી વાર સુધી પાછા ન ફર્યા, તો અમને ચિંતા થવા લાગી કે અમારી ગેર હાજરીમાં કોઈ આપને કતલ ન કરી દે, એટલા માટે અમે ઊભા થઈ ગયા, અને હું સૌથી પહેલા ચિંતા કરનાર લોકો માંથી હતો, હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શોધમાં નીકળ્યો, અહીં સુધી કે હું અન્સારના એક ખાનદાન બનૂ નજ્જારના બગીચા સુધી પહોંચી ગયો, હું તેની ચારે બાજુ ફરવા લાગ્યો કે મને કોઈ દરવાજો મળી જાય, પરંતુ મને દરવાજો ન મળ્યો, અચાનક મને એક પરનાળું દેખાયુ, જે અંદરના કૂવા માંથી બાગમાં આવતું હતું, -રબીઅ એક નાનકડા પરનાળાને કહે છે- હું તેજ પરનાળા માંથી સંકોચાઈને દાખલ થઈ ગયો, અને હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચી ગયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અબૂ હુરૈરહ?» મેં કહ્યું: હાં અલ્લાહના રસૂલ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું વાત છે?» મેં કહ્યું: તમે અમારી વચ્ચે બેઠા હતા, અને અચાનક ઊભા થઈ જતાં રહ્યા, અને અમારી પાસે પરત આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ, તો અમે ભયભીત થઈ ગયા કે અમારી ગેરહાજરીમાં તમને કતલ ન કરી દેવામાં આવે, અને ભયભીત થનારા માંથી હું સૌથી પહેલો વ્યક્તિ હતો, એટલા માટે હું (શોધતા) આ બગીચા સુધી પહોંચી ગયો, અને શિયાળની માફક સંકોચાઈને આ પરનાળાના રસ્તે અંદર આવી ગયો, અને લોકો મારી પાછળ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પવિત્ર ચપ્પલ મને આપ્યા, અને કહ્યું: «હે અબૂ હુરૈરહ! મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, અને આ બાગની બહાર જે કોઈ તમને મળે, જે દિલના યકીન સાથે લા ઇલાહ ઇલ્લલ્લાહની સાક્ષી આપે, તો તેને જન્નતની શુભસુચના આપી દો», બસ જે પહેલો વ્યક્તિ જેને હું મળ્યો તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ હતા, તેમણે કહ્યું: હે અબૂ હુરૈરહ! આ બંને ચપ્પલ કોના છે? તો મે કહ્યું: આ બંને ચપ્પલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, અને મને એક વાત સાથે મોકલ્યો છે કે જે સાચા દિલ સાથે એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેને જન્નતની શુભસુચના આપી દો, તો મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને જન્નતની શુભસુચના આપી, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પોતાનો હાથ મારી છાતી પર માર્યો, જેથી હું પડી ગયો, અને કહ્યું: પરત ફરી જાઓ હે અબૂ હુરૈરહ!, જેથી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પાછો આવ્યો, અને રડવાનો જ હતો કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ મારી પાછળ પાછળ આવ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું થયું હે અબૂ હુરૈરહ!?» મેં કહ્યું: હું ઉમર રઝી અલ્લાહુ અન્હુને મળ્યો, તમે મને જે આદેશ આપી મોકલ્યો હતો તે મેં તેમને જણાવ્યો, પરંતુ તેમણે મારી છાતી પર એવો માર માર્યો કે જેના કારણે હું નિતંભ પર પડી ગયો, અને મને પરત ફરવાનું કહ્યું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ઉમર! તમે આમ કર્યું?» ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, શું તમે અબૂ હુરૈરહને પોતાના ચપ્પલ આપી મોકલ્યો કે તે વ્યક્તિને શુભસૂચના આપી દો, જે પોતાના સાચા દિલથી એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આમ ન કરો, મને ભય છે કે લોકો આ વાત પર જ ભરોસો કરી લેશે, અને અમલ નહીં કરે, તેમને અમલ કરવા દો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેમને અમલ કરવા દો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે