Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 52 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે, અને પ્યાલાઓ આકાશમાં સિતારાઓની સંખ્યા બરાબર હશે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે, તે પછી ક્યારેય તરસ્યો નહીં થાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«આ દીન (ઇસ્લામ) તે દરેક જગ્યા સુધી પહોંચીને રહેશે, જ્યાં દિવસ અને રાતનું ચક્રવય ચાલે છે, અને અલ્લાહ તઆલા કોઈ કાચું અથવા પાકું મકાન નહીં છોડે જ્યાં આ દીન ન પહોંચ્યો હોય, કદાચ તેની ઇઝ્ઝત કરી દીનનો સ્વીકાર કરી લેવામાં આવે અથવા ઇન્કાર કરી (દુનિયા અને આખિરતમાં અપમાનિત થવા લાગશે», તમીમ દારી રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની આ વાતની સત્યતા મેં પોતે મારા ખાનદાનમાં જોઈ, કે તેમાંથી જે લોકો મુસલમાન થયા, તેમના ભાગ્યમાં ભલાઈ, ઇઝ્ઝત અને પ્રતિષ્ઠતા આવી અને જે લોકો કાફિર રહ્યા તેમના ભાગ્યમાં અપમાન અને ખરાબી તેમજ તેમને ટેક્સ (કર) નો સામનો કરવો પડ્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે જનાઝો તૈયાર કરી દેવામાં આવે અને લોકો તેને પોતાના ખભા પર ઉઠાવી લે, જો તે જનાઝો કોઈ સદાચારી વ્યક્તિનો હશે તો તે કહેશે: મને આગળ લઈ જાઓ, અને જો તે દુરાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો? માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો બેભાન થઈ જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એક જ છે તેનો કોઈ ભાગીદાર નથી, મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, ઈસા અલૈહિસ્ સલામ અલ્લાહના બંદા અને રસૂલ છે, એવી જ રીતે તેનો તે કલિમો છે, જે તેણે મરયમ સુધી પહોંચાડ્યો હતો અને તેના તરફથી એક રુહ છે, જન્નત સાચે જ છે, જહન્નમ પણ સાચે જ છે, તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ