Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 49 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે, મને કહેવામાં આવશે, શું તમે જાણો છો ખરા કે તમારા ગયા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પોતાની એડીઓ પર પાછા ફરશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે બિલાલ! મને તમારું ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી, જે સૌથી પુણ્યશાળી હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે વઝૂ કરી નમાઝ પઢી લઉં છું, ફર્ઝ નમાઝ સિવાય.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જન્નતમાં સો દરજ્જા હશે, દરેક બે દરજ્જા વચ્ચે આકાશ અને જમીન વચ્ચે જેટલું અંતર હશે, સૌથી ઉચ્ચ દરજ્જો ફિરદૌસનો હશે, જેની નીચેથી ચાર પ્રકારની જન્નતની નહેરો વહે છે, તેની ઉપર અર્શ હશે, જ્યારે તમે અલ્લાહથી સવાલ કરો તો ફિરદૌસનો સવાલ કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કયામતના દિવસે કાફિરોને કઈ રીતે તેમના ચહેરાના સહારે સજા આપવામાં આવશે? આપ ﷺ એ કહ્યું: «શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?, કતાદહ રહિમહુલ્લાહ એ કહ્યું: કેમ નહીં, બેશક તે ચહેરાના સહારે પણ ચલાવી શકે છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં પૂછ્યું : હે અલ્લાહના રસૂલ ! હોઝના વાસણો કેવા હશે? આપ ﷺ એ કહ્યું: «કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા તારાઓ જેટલી હશે, તે જન્નતના વાસણ છે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે પછી ક્યારેય તરસ્યો નહીં થાય, તે હોઝમાં જન્નતના બે જળ પ્રવાહ વહે છે, જે તેમાંથી પીશે તે ક્યારેય તરસ્યો નહીં થાય, તેની પહોળાઈ તેની લંબાઈ બરાબર છે, જેટલું અંતર અમ્માનથી ઇલા સુધીનું છે, તેનું પાણી દૂધ કરતા પણ વધારે સફેદ હશે, અને મધ કરતા પણ વધુ મીઠું હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે