Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આપણે છેલ્લી ઉમ્મત છે, પરંતુ કયામતના દિવસે સૌથી પહેલા હિસાબ લેવામાં આવશે, કહેવામાં આવશે: ઉમ્મી કોમ અને તેમના નબી ક્યાં છે? આમ આપણે છેલ્લા છે, પરંતુ કયામતના દિવસે પહેલા હશું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે, અને તેની સામે (તેના ગુનાહોના) નવ્વાણું ચોપડા ખોલસે, તેમાંથી દરેક ચોપડા તેની નજર જશે ત્યાં સુધીના હશે, ફરી તેને કહેશે: શું તું આમાંથી કોઈ પણ વસ્તુનો ઇન્કાર કરે છે? શું મારા લેખકોએ તારા પર જુલમ કર્યો છે? તે કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ કહેશે: શું તારી પાસે કોઈ કારણ અથવા નેકી છે? તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ તઆલા કહેશે: કેમ નહીં અમારી પાસે તારી એક નેકી છે, અને તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, જેથી કાગળનો એક ટુકડો કાઢવામાં આવશે જેમાં લખ્યું હશે: "હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે", અલ્લાહ તઆલા કહેશે: તેને ત્રાજવા સમક્ષ લઈ જાઓ, તે વ્યક્તિ કહેવા લાગશે: આ નાના કાગળને આટલા બધા રજીસ્ટરો સામે કેમનું વજન કરવામાં આવશે? તેને કહેવામાં આવશે: આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, નબી ﷺ એ કહ્યું: તે બધા રજીસ્ટરોને એક ત્રાજવામાં મૂકવામાં આવશે, અને બીજા ત્રાજવામાં તે કાગળને મૂકવામાં આવશે તો તે નમી પડશે કારણકે અલ્લાહના નામથી વધારે વજનદાર કોઈ વસ્તુ નથી, તે કૃપાળું અને દયાળુ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે».
હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ, ઇલ્મ કંઈ રીતે ઉઠાવી લેવામાં આવશે, જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ, અમારા બાળકો કુરઆન પઢે છે, અને કયામત સુધી તેમના બાળકોના પણ બાળકો કુરઆન પઢતા રહેશે? આપ ﷺ એ કહ્યું કે «હે ઝિયાદ તમને તમારી માતા ગુમ કરે, હું તો તમને મદીના શહેરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સમજતો હતો, શું આ યહૂદી અને નસ્રાની લોકો તૌરાત અને ઈંજિલ નથી પઢતા, પરંતુ તે લોકો તેના પ્રમાણે અમલ નથી કરતા?!».
સહીહ લિગયરિહી આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે