Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 1 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
હું અન્સારની કેટલીક સ્ત્રીઓ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બૈઅત (શપથ) લેવા માટે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તમારી પાસે બૈઅત (શપથ) લઈએ છીએ કે અમે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં બનાવીએ, અમે ચોરી નહીં કરીએ, અને વ્યભિચાર નહીં કરીએ, કોઈ એવો આરોપ નહીં લાવીએ જે અમે પોતાના હાથ અને પગ દ્વારા સામે લાવ્યા હોય, અમે ભલાઈના કામોમાં તમારી અવજ્ઞા નહીં કરીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે આ કાર્યો પોતાની શક્તિ અને સહનશીલતા પ્રમાણે કરો», તે કહે છે છે કે અમે કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર અમારા પર અમારા કરતાં વધુ દયાળુ છે, હે અલ્લાહના પયગંબર! આવો અમે તમારી સાથે બૈઅત (શપથ) કરીએ છીએ, આ સાંભળી અલ્લાહના પયગંબર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું સ્ત્રીઓ સાથે હાથ મિલાવતો નથી, સો સ્ત્રીઓ માટે મારી વાત એવી જ છે જે એક સ્ત્રી માટે છે, અથવા મારી વાત એક સ્ત્રી માટે».(૧)
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે