Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 72 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} અને કહ્યું: {હે ઇમાનવાળાઓ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}, ફરી એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ ચોંટેલી હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું હોય, તો પછી તેની દુઆ કેવી રીતે કરી કબૂલ કરવામાં આવે?».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો, જો હું મારી કોમ માંથી કોઇ વ્યક્તિને પણ મારો મિત્ર બનાવતો તો હું અબૂ બકર રઝી. ને મારો મિત્ર બનાવતો, ખબરદાર ! તમારાથી પહેલાના લોકોએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનવી લીધી, જેથી તમે કબરોને સિજદો કરવાની જગ્યા (મસ્જિદ) ન બનાવશો, કારણેકે હું તમને તેનાથી રોકું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} [અલ્ મુઅમિનૂન: ૫૧] અને કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ} [અલ્ બકરહ: ૧૭૨], ફરી એક વ્યક્તિનો ઝિકર કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો પછી તેની દુઆ કેમ કરી કબૂલ કરવામાં આવે?».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરું છું, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેમની સાથે મોહબ્બત કરવા લાગે છે અને આકાશમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો આકાશ વાળા પણ તેનાથી મોહબ્બત કરવા લાગે છે, પછી તેના માટે જમીનમાં શ્રેષ્ઠતા લખી દેવામાં આવે છે, અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નારાજ થાય છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે કે હું ફલાણા વ્યક્તિથી નારાજ છું, તમે પણ તેનાથી નફરત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી નફરત કરે છે, અને આકાશ વાળાઓમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી નારાજ છે એટલા માટે તમે પણ તેનાથી નફરત કરો, પછી જમીનમાં તેના માટે નફરત લખી દેવામાં આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) સહીહ મુસ્લિમ
«નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો, મને જૂઠલાવવાનો અર્થ એ કે આદમના સંતાન કહે છે: હું તેને બીજી વખત જીવિત નહીં કરું, જો કે મારા માટે તેને ફરી વાર જીવિત કરવું, પહેલી વખત જીવિત કરતા વધુ સરળ છે, અને મને ગાળો આપવી કે તેનું આ પ્રમાણે કહેવું: અલ્લાહએ પોતાના માટે સંતાન બનાવી, જો કે હું એકલો છું, બે નિયાઝ છું, ન તો મારી કોઈ સંતાન છે, ન તો હું કોઇની સંતાન છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે