Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 72 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
કેટલાક લોકોએ નબી ﷺ પાસે જ્યોતિષીઓ વિશે સવાલ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: તેમની વાતોમાં કોઈ સત્યતા નથી, લોકોએ કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! તેઓ કેટલીક વખત અમને તે વાતો જણાવે છે જે સાચી થઈ જાય છે? તો નબી ﷺ એ કહ્યું: «આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશજ્જ અબ્દે કૈસને કહ્યું: «તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે, અને બંદો નફિલ કાર્યો દ્વારા પણ મારી નિકટતા પ્રાપ્ત કરી શકે છે, અહીં સુધી કે હું તેનાથી મોહબ્બત કરવા લાગુ છું, જ્યારે હું તેનાથી મોહબ્બત કરું છું, તો હું તેનો કાન બની જાઉં છું, જેનાથી તે સાંભળે છે, તેની આંખ બની જાઉં છું, જેનાથી તે જુવે છે, તેનો હાથ બની જાઉં છું, જેનાથી તે પકડે છે, તેનો પગ બની જાઉં છું, જેનાથી તે ચાલે છે, જો તે મારી પાસે માંગે, તો હું તેને જરૂર આપું છું, અને જો તે મારું શરણ માગે તો હું જરૂર તેને શરણ આપું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે નબી ﷺ નો (મૃત્યુનો) સમય નજીક આવ્યો, તો આપ એક ચાદર પોતાના મોઢા પર ઓઢી લેતા અને જ્યારે જીવ ઘભરાવવા લાગતો તો તેને મોઢા પરથી હટાવી દેતા, અને આ શબ્દો કહેતા: « યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી», આપ લોકોને તેમનું અનુસરણ કરવાથી સચેત રહ્યા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વખત નબી ﷺ મારી પાસે આવ્યા, અને તે સમયે અજાણતામાં મેં ઘરમાં એક પડદો લટકાવ્યો હતો જેમાં ચિત્રો હતા, નબી ﷺ તે પરદો જોઈ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: «હે આયશા ! કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે» આયશ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: «અમે તે પડદાને કાપી નાખ્યો અને તેમાંથી એક અથવા બે ઓશીકા બનાવ્યા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)».
આ હદીષની સનદ હસન દરજજાની છે رواه ابن ماجه والنسائي في الكبرى وأحمد