Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 72 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
નબી ﷺ જ્યારે હુનૈનના યુદ્ધ માટે નીકળ્યા તો કાફિરોના એક એવા વૃક્ષ પાસેથી પસાર થયા જેને તેઓ "ઝાતે અનવાત"ના નામથી ઓળખતા હતા, અને તે વૃક્ષ પર પોતાના હથિયારો લટકાવતા હતા, તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમને પણ એક "ઝાતે અનવાત" જેવું વૃક્ષ બનાવી આપો જેવુ કે તેમની પાસે છે, તો નબી ﷺ એ કહ્યું: સુબ્હાનલ્લાહ (અલ્લાહ પાક છે) ! આ તેજ પ્રકારની વાત છે, જે મુસા અલૈહિસ્ સલામની કોમે તેમને કહી હતી: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે} [અલ્ અઅરાફ: 138] તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે».
સહીહ બિમજમૂઇ તુરુકહુ આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે, {નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે}».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ પાપ તેને નુકસાન નહીં પહોંચાડે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી», આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જો આ વાત ન કહી હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પણ ખુલ્લી રાખવામાં આવતી, પરંતુ ભય એ વાતનો છે કે લોકો તેને પણ સિજદો કરવાની જગ્યા ન બનાવી લે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ