Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અન્સારની એક સ્ત્રી જેનું નામ મને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) એ જણાવ્યું હતું, પરંતુ રાવી કહે છે કે હું તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછ્યું: «તમને અમારી સાથે હજ કરવાથી કઈ વસ્તુએ રોકી રાખ્યા?», તે સ્ત્રીએ કહ્યું: અમારી પાસે ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ મારા પુત્રના પિતા (એટલે કે મારા પતિ) અને મારો પુત્રએ હજ કરી, જ્યારે કે બીજા ઊંટને અમારી પાસે પાણી લાવવા માટે છોડીને ગયા, તેની વાત સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
હે અલ્લાહના પયગંબર! અમે જિહાદ (યુદ્ધ) ને સૌથી શ્રેષ્ઠ કાર્ય સમજીએ છીએ, તો શું અમે પણ જિહાદ (યુદ્ધ) ન કરીએ? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, પરંતુ તમારા માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) "હજ્જે મબરૂર" (તે હજછે, જે દરેક પ્રકારના ગુનાહ અને પાપથી બચીને ફકત એક અલ્લાહ માટે નિખાલસ થઈને કરવામાં આવે) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો.».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ