Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક જન્નતમાં એક દ્વાર છે, જેને રય્યાન કહેવામાં આવે છે, કયામતના દિવસે તે દ્વાર માંથી ફક્ત રોજદાર જ દાખલ થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય કહેવામાં આવશે: ક્યાં છે રોજેદારો, તેઓ ઊભા થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય, બસ જ્યારે તેઓ દાખલ થઈ જશે, ત્યાર પછી અન્ય કોઈ પણ દાખલ નહીં થાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ, રોઝો ઢાલ છે, જ્યારે તમારા માંથી કોઈ રોઝો રાખે તો કોઈ વ્યર્થ કાર્ય ન કરે અને ન તો બુમો પાડે, જ્યારે કોઈ તેને ગાળો બોલે અથવા તેની સાથે કોઈ ઝઘડો કરે તો તેને કહી દે કે હું રોઝેદાર છું, કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રાણ છે, અલ્લાહ પાસે રોઝેદારના મોઢા માંથી આવતી સુગંધ કસ્તુરીની સુગંધ કરતા પણ વધુ પ્રિય છે, રોજદાર માટે બે ખુશી ની જગ્યા છે: એક તો જ્યારે તે ઇફતારી કરે, ત્યારે ઇફતારી કરવાના કારણે તેની ખુશી અને બીજી ખુશી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકત કરશે તો (પોતાના રોઝાનો સવાબ જોઈ) ખુશ થઈ જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી જે વ્યક્તિ પણ શાદી કરવાની શક્તિ ધરાવતો હોય, તે શાદી કરી લે, કારણકે શાદી નજરોને નીચી રાખવા અને ગુપ્તાંગને સુરક્ષિત રાખવાનું એક મૂળ કારણ છે, અને જે શાદી કરવાની શક્તિ ન ધરાવતો હોય, તે રોઝા રાખે, કારણકે રોઝા તેના માટે એક કવચ છે, અને રોઝો મનેચ્છાઓને રોકવાનું કામ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ