Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 8 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને આપે સદકા વિશે વર્ણન કર્યું અને લોકો સામે હાથ ફેલાવવા બાબતે કહ્યું: «ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે, ઉપર વાળો હાથ: ખર્ચ કરવાવાળો હાથ છે અને નીચે વાળો હાથ: માંગવાવાળો હાથ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી, તેણીની સાથે તેની બે બાળકીઓ પણ હતી, તેણે મારી પાસે કંઈક માગ્યું, પરંતુ તેને મારી પાસેથી એક ખજૂર સિવાય કંઈ જ ન મળ્યું, મેં તેને એક ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી અને પોતે તેમાંથી કંઈ જ ન ખાધું, પછી તે ઉભી થઇ જતી રહી, એટલા માંજ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, મેં સંપૂર્ણ કિસ્સો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે