Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 122 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (54)
«જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાના મુકદ્દમામાં રિવાયત કરી છે
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક કાર્યને સારી રીતે કરવું જરૂરી કર્યું છે, એટલા માટે જ્યારે તમે કતલ કરો તો સારી રીતે કરો, અને જ્યારે જાનવર ઝબેહ કરો, તો પણ સારા તરીકાથી કરો, તમારા માંથી જે (જાનવર ઝબહ કરતો હોય) તેના માટે જરૂરી છે કે તે પોતાની છરી ધારદાર કરી લે, અને જે જાનવર ઝબેહ થઈ રહ્યું હોય તો તેને આરામ પહોંચાડે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કયામતની નિશાનીઓ માંથી એ પણ કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર સામાન્ય થઈ જશે, દારુ લોકો વધારે પીવા લાગશે, પુરુષ ઓછા થઈ જશે અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, પરિસ્થિતિ એવી થઈ જશે કે પચાસ પચાસ સ્ત્રીઓની સંભાળ રાખનાર ફક્ત એક જ વ્યક્તિ હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ