Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 36 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું: તમારા માટે સફીય્યહનું આમ હોવું જ પૂરતું છે, -કેટલાક રિવાયત કરનારે કહ્યું: તેમનો કહેવાનો તાતપર્ય એ હતો કે તેણીની લંબાઈ ઓછી છે- તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એવી વાત કહી છે કે જો તેને સમુદ્રના પાણીમાં ભેગી કરી દેવામાં આવે તો સમુદ્રનું પાણી પોતાના સ્વાદ બદલી નાખશે», તેમણે કહ્યું: મેં તો એક વ્યક્તિની નકલ ઉતારી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એ વાત પસંદ નથી કે હું કોઈ વ્યક્તિની નકલ ઉતારું અને તેના બદલામાં મને આટલો અને આટલો માલ મળે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«મને ઉચ્ચ ચરિત્રને સંપૂર્ણ કરવા માટે મોકલવામાં આવ્યો છે».
હસન આ હદીષને ઇમામ બુખારીએ અલ-અદબુલ મુફરદમાં અને ઇમામ અહમદે અને ઇમામ બયહકીએ રિવાયત કરી છે
«જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે