Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 11 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જ્યારે તમારા માંથી કોઈ મજલિસમાં આવે તો સલામ કરે અને જ્યારે નીકળે તો પણ સલામ કરે, કારણકે પહેલો (મોકો) છેલ્લા કરતાં વધુ અધિકાર ધરાવતો નથી».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમે મિલકતો ન બનાવો, અન્યથા તમે દુનિયાના લોભયા બની જશો».
આ હદીષ હસન લિગયરિહિ દરજ્જાની છે આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે ખાવાનું ખાઈએ છીએ પરંતુ તેનાથી સંતુષ્ટ થતા નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કદાચ તમે અલગ અલગ ખાતા હશો»? સહાબાઓએ કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો દસ ગણો અને એક નેકીનો બદલો સાત સો ઘણો છે, વાજિબ કરવાવાળી બે વસ્તુ એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થયું હોય કે તેણે ક્યારેય અલ્લાહ સાથે શિર્ક ન કર્યું હોય, તો તે જન્નતમાં દાખલ થશે, અને જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરતા મૃત્યુ પામશે તો તે જહન્નમમાં દાખલ થશે, અને બરાબર બરાબર અમલનો બદલો એમ કે જે વ્યક્તિ દિલમાં નેકી કરવાનો ઈરાદો કરે, અને અલ્લાહના ઇલ્મમાં તો છે જ તો તેને તે નેકીનો એક બદલો મળે છે, અને જે બુરાઈ, ગુનાહના કામ કરશે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે, જે વ્યક્તિ એક નેકી કરશે તો તેના માટે દસ ઘણો બદલો લખવામાં આવે છે અને જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશે તો તેના માટે એક નેકી સાત સો ઘણી ગણવામાં આવશે, બાકી રહ્યા તે લોકો જેમના માટે દુનિયામાં સુખચેન અને આખિરતમાં તંગી રહેશે, તેમજ કેટલાક લોકો એવા પણ છે, જેમને દુનિયામાં તંગી આપવામાં આવે છે અને આખિરતમાં વિશાળ બદલો આપવામાં આવશે, અને કેટલાક લોકો એવા પણ છે કે જેમના પર દુનિયા અને આખિરત બન્નેમાં તંગી હશે, અને કેટલાક લોકો એવા પણ હશે, જેમના માટે દુનિયા અને આખિરત બન્નેમાં વિશાળ બદલો આપવામાં આવ્યો હશે».
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તે વ્યક્તિ પાસે કોઈ ઈમાન નથી જેની પાસે અમાનતદારી ન હોય, અને તે વ્યક્તિ પાસે દીન નથી જે વચનનું પાલન ન કરતો હોય».
આ હદીષ હસન લિગયરિહિ દરજ્જાની છે આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો પછી તે બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દસ», પછી એક બીજો વ્યક્તિ આવ્યો તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ", તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તો તે બેસી ગયો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વીસ», ફરી એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહું", આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો જવાબ આપ્યો, તે પણ બેસી ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રીસ».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ અહમદ અને ઈમામ દારમીએ રીવાયત કરી છે
અમને તે સહાબાઓએ રિવાયત કરી જે અમને પઢાવતા હતા સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ, આ પ્રમાણે અમે ઇલ્મ અને અમલ પ્રાપ્ત કર્યું.
હસન આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે