Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે, તેનું કારણ એ છે કે જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, અને તે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ આવે છે, તેને નમાઝ સિવાય બીજી કોઈ વસ્તુએ ઘરની બહાર નથી કાઢ્યો, તેનો ઈરાદો ફક્ત નમાઝ પઢવાનો જ છે, તો જે પણ ડગલું તે ઉઠાવશે તેના કારણે તેનો એક દરજ્જો બુલંદ થશે અથવા એક ગુનોહ માફ કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે, જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે તો તે નમાઝમાં જ છે એમ સમજવામાં આવે છે, જ્યાં સુધી નમાઝ તેના માટે ત્યાં રોકાઇ જવાનું કારણ બનતી હોય, તમારા માંથી જે વ્યક્તિ તે જ જગ્યા પર બેસી રહે જ્યાં તેણે નમાઝ પઢી હતી, તો ફરીશતાઓ તેના માટે દયા અને માફીની દુઆ કરતા કહે છે, તેઓ કહે છે: "અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર), જ્યાં સુધી તે કોઈને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારી જમાઅત (જૂથ) સાથે પઢેલી નમાઝ એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણો વધારે સવાબ ધરાવે છે, અને રાતના ફરિશ્તા અને દિવસના ફરિશ્તાઓ ફજરની નમાઝ માટે ભેગા થાય છે» ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: તમે ઈચ્છા કરો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે.} [અલ્ ઇસ્રા: ૭૮].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર સાંજ તે મસ્જિદ જતો હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે કેટલીક હાંડીઓ લાવવામાં આવી, જેમાં શાક બનાવેલું હતું , આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની ખુશ્બુ આવી તો તેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પૂછ્યું: આ હાંડીઓને મારા કોઈ સહાબીની નજીક લઈ જાઓ, જ્યારે તે હાંડીઓ તેમની નજીક લઈ જવામાં આવી, તો તેમણે પણ તેને નાપસંદ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને ખાઈ લો એટલા માટે કે હું તે લોકોથી વાત કરું છું, જેની સાથે તમે નથી કરતા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ