Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની શરૂઆત તકબીરે તહરિમાથી અને અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીનની તિલાવત દ્વારા કરતા, જ્યારે રુકૂઅ કરતા તો માથાને ન તો વધારે ઝુકાવીને રાખતા અને ન તો વધારે ઉપર રાખતા, પરંતુ બરાબર રાખતા હતા, અને જ્યારે રુકૂઅથી માથું ઉઠાવતા, તો જ્યાં સુધી સીધા ઉભા ન થઈ જતા, સિજદો ન કરતા, તેમજ જ્યારે સિજદાથી માથું ઉઠાવતા, તો ત્યાં સુધી બીજો સિજદો ન કરતા, જ્યાં સુધી સીધા બેસી નહતા જતા, દરેક બે રકઅત પછી અત્ તહિય્યાત પઢતા, ડાબા પગને આડો કરી તેના પર બેસતા અને જમણો પગ ઉભો રાખતા અને શૈતાનની જેમ બેસવાથી રોકતા, તેમજ જંગલી જાનવરની માફક હાથ ફેલાવી બેસવાથી પણ રોકતા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામ દ્વારા નમાઝ પૂર્ણ કરતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે