Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 13 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જ્યારે નબી ﷺ નમાઝ પૂરી કરી સલામ ફેરવતા અને મોઢું ફેરવી બેસતા તો ત્રણ વખત અલ્લાહ પાસે માફી માંગતા અને આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ», (અર્થ: હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાન અને સન્માન વાળા) વલીદે કહ્યું: મેં ઔઝાઇથી પૂછ્યું કે ઇસ્તિગ્ફાર કઈ રીતે? તેમણે કહ્યું: તમે ફક્ત આટલું જ કહો: અસ્તગ્ફિરુલ્લાહ, અસ્તગ્ફિરુલ્લાહ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ જન્નતમાં પ્રવેશ કરવાથી રોકી નહીં શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ અલ્ કુબ્રામાં રિવાયત કરી છે
નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત સુબ્હાનલ્લાહ, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ, તેત્રીસ વખત અલ્લાહુ અકબર પઢે, તો આ ગણતરી કુલ નવ્વાણું થઈ, અને સોની ગણતરી પૂરી કરવા માટે, એક વખત "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન કદીર" પઢશે તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુમા દરેક નમાઝમાં સલામ ફેરવ્યા પછી આ દુઆ પઢતા હતા: «લા ઇલાહ ઇલ્ લલ્લાહુ વહ્દહુ લા શરિક લહુ, લહુલ્ મુલકુ વલહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર, લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ, વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહુ, લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝલુ વલહુસ્ સનાઉલ્ હસન, લા ઇલાહ ઇલ્ લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન વલવ કરિહલ્ કાફિરૂન» (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, વખાણ પણ તેના જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, કોઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ કોઈ પણ ગુનાહથી બચી નથી શકતો અલ્લાહની તૌફીક વગર. અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ફક્ત તેની જ બંદગી કરીએ છીએ, સંપૂર્ણ નેઅમતોનો માલિક તે છે, સંપૂર્ણ કૃપા તેના જ માટે છે, દરેક સારા વખાણને લાયક તે જ છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ખાલીસ તેની જ બંદગી કરવાવાળા છે, ભલેને કાફિર નાપસંદ કરે), અને કહેતા: «નબી ﷺ પણ દરેક નમાઝ પછી આ શબ્દો કહેતા હતા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
નબી ﷺએ સૂરે નસ્ર આ સુરહ નાઝીલ થયા પછી કોઈ એવી નમાઝ નથી જેમાં આ શબ્દો ન કહ્યા હોય: «સુબ્હાનક રબ્બના વ બિહમ્દિક અલ્લાહુમ્મગ્ફિર લી», (તું અત્યંત પવિત્ર છે, હે અમારા પાલનહાર! પોતાની પ્રશંસા સાથે, હે અલ્લાહ! તું મને માફ કરી દે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ