Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 12 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિએ જોયું કે એક વ્યક્તિ વારંવાર ફક્ત આજ સૂરત પઢતો હતો: {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે}, બસ જ્યારે સવાર પડી તો તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને આ વિષે જણાવ્યું, અને તે સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે