Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 31 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો કોઈ વ્યક્તિ પર (કોઈ પાપની સજા રૂપે કાનૂની) હદ દુનિયામાં જલ્દી લાગું કરવામાં આવે, તો અલ્લાહ તઆલા પોતાના બંદા પર તે સજા ફરીવાર આપવામાં ખૂબ જ ન્યાયી છે, અને જો કોઈ પાપ કરે અને અલ્લાહ તેને છુપાવી દે, અને તેને માફ કરી દે, તો અલ્લાહ એટલો ઉદાર છે કે તેણે કોઈ વસ્તુમાં આપેલી માફી પછી લઈ લે».
હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
હે અલ્લાહના રસૂલ! ઉમ્મ સઅદનું મૃત્યુ થઈ ગયું છે, તો કયો સદકો તેમના માટે સૌથી શ્રેષ્ઠ છે?, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાણી», રાવી કહે છે કે સઅદે એક પાણીનો કુંવો ખોદાવ્યો અને કહ્યું કે આ ઉમ્મે અદ માટે છે.
આ હદીષ રિવાયત કરનાર રાવીઓ દ્વારા હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શૌચાલય માંથી બહાર નીકળતા, તો કહેતા: «ગુફ્ રાનક» અર્થાત હે અલ્લાહ! હું તારી પાસે માફી માગું છું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઈએ અલ્ કુબ્રામાં, ઈમામ ઈબ્ને માજહએ આ જ અર્થમાં અને ઈમામ અહમદે રિવાયત કરી છે