Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 2 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય, અને બે દિવસે રોઝા ન રાખે, એક ઇદુલ્ ફિત્રના દિવસે અને એક ઇદુલ્ અઝ્હાના દિવસે, ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ નમાઝ નથી, અને ત્રણ મસ્જિદો સિવાય બીજી કોઈ પણ જગ્યાએ સફર માટે સામાન તૈયાર કરવામાં ન આવે, એક મસ્જિદે હરામ, બીજું મસ્જિદે નબવી, ત્રીજું મસ્જિદે અકસા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«બની ઇસ્રાઇલ તરફ આવેલ પયગંબરો તેમને રાજકીય માર્ગદર્શન પણ આપતા હતા, જ્યારે પણ તેમના એક પયગંબર નષ્ટ થઈ જતા તરત જ તેમની પાછળ બીજા પયગંબર આવતા, યાદ રાખો! મારા પછી કોઈ પયગંબર નહીં આવે, હા, મારા નાયબ ઘણા લોકો હશે», સહાબાઓએ કહ્યું કે તેમના પ્રત્યે તમે અમને શું આદેશ આપો છો? આપ ﷺએ કહ્યું: «સૌથી પહેલા જેના હાથ પર બૈઅત કરો બસ તેની વફાદારી પર કાયમ રહો, અને તેમનો જે અધિકાર છે તે અધિકાર પુરા પાડવામાં અવગણના ન કરો; કારણકે અલ્લાહ તઆલા કયામતના દિવસે તેમને લોકોના અધિકારો વિશે સવાલ કરશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ