Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપર વહીની શરૂઆત સાચા સપનાઓ દ્વારા થઈ, જે કઈ પણ રાત્રે સપનામાં જોતાં તે સવારના પ્રકાશની મફક જાહેર થતું, ફરી આપને એકલતા પસંદ આવવા લાગી, ફરી આપ ગારે હિરામાં એકલા રહેવા લાગ્યા અને કેટલી રાતો સુધી ઘરે ન આવતા અને ઈબાદતમાં વ્યસ્ત રહેતા, આપ ખાવા-પીવાનો સામાન ઘરેથી લઈને જતાં અને ત્યાં થોડાક દિવસ પસાર કરતાં, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા પાસે પરત આવતા, અને અંદાજિત એટલા જ દિવસ માટે થોડું ખાવાનું લઈને જતાં, એક દિવસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિરામાં હતા ને સત્ય આવી ગયું, અને એક ફરિશ્તાએ આવીને કહ્યું: પઢો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું ભણેલો નથી», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફરિશ્તાએ મને પકડીને જોરથી દબાવ્યો, અહીં સુધી કે મારી સહન શક્તિએ જવાબ આપી દીધો, ફરી તેણે મને છોડી દીધો, અને કહ્યું: પઢો, તો મેં કહ્યું: હું ભણેલો નથી, ફરી તેણે મને બીજી વાર પકડીને જોરથી દબાવ્યો, ફરી મને છોડી દીધો, અને કહ્યું: {પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી.(૧) કર્યુ. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ. (૨) પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે}», [અલ્ અલક: ૧-૩], નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ આયતોને લઈ પાછા આવ્યા, તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું દિલ ધડકી રહ્યું હતું, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્ની ખદિજા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: «મારા પર ચાદર ઢાંકી દો, મારા પર ચાદર ઢાંકી દો», તેમણે ચાદર ઢાંકી દીધી, જેથી તેમની ચિંતા જતી રહી, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખદિજા રઝી અલ્લાહુ અન્હાને આ ઘટના વિષે જાણ કરી અને કહ્યું: «મને મારા જીવવાનો ભય લાગે છે», તો ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: બિલકુલ નહીં, અલ્લાહની કસમ! અલ્લાહ તમને ક્યારેય અપમાનિત નહીં કરે, તમે સંબંધો જોડો છો, નબળાઓનો ભાર ઉઠાવો છો, ફકીરો અને જરૂરિયાતમંદોને કમાવીને આપો છો, મહેમાનોનું ધ્યાન રાખો છો અને પોતાના અધિકારો મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરો છો, ફરી ખદિજા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પોતાના કાકાના છોકરા વરકહ બિન નૌફલ બિન સઅદ બિન અબ્દુલ્ ઉઝ્ઝા પાસે લઈને આવ્યા, તેઓ અજ્ઞાનતાના સમયે ઈસાઈ થઈ ગયા હતા, અને ઇબ્રાની ભાષા લખી પણ શકતા હતા, તેથી તેઓ જેટલું અલ્લાહને મંજૂર હતું એટલી ઇબ્રાની ભાષામાં ઇન્જીલ લખતા હતા, તેઓ ખૂબ જ વૃદ્ધ અને અંધ થઈ ગયા હતા, તેમને ખદિજા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ પૂછ્યું: ભત્રીજા તમે શું જુઓ છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે કઈ પણ જોયું હતું તે જણાવ્યું, તે સાંભળી વરકહએ કહ્યું: આ જ તે નામૂસ (વહી લાવવાવાળો ફરિશ્તો) છે જે મૂસા અલૈહિસ્ સલામ પર પણ વહી લઈને આવતો હતો, જો હું શક્તિશાળી હોત અને તે સમય સુધી જીવિત રહું, જ્યારે તમારી કોમ તમારો દેશનિકાલ કરશે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો શું મારી કોમ મને કાઢશે?», વરકહએ કહ્યું: હાં! જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારનો સંદેશો લઈને આવ્યો છે, જેવુ કે તમે લઈને આવ્યા છો, તેની સાથે જરૂર દુશ્મની કરવામાં આવી, અને જો મને તમારો સમય પ્રાપ્ત થયો, તો હું જરૂર તમારી મદદ કરીશ, ફરી થોડા સમય પછી વરકહનું મૃત્યુ થઈ ગયું, અને વહી આવવાનું બંધ થઈ ગઈ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થઇ ગયું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પથારી ચામડાની હતી, જેમાં ખજૂરના રેસા ભરેલા હતા, મુસ્લિમની હદીષમાં છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઓશીકું, જેના પર બેસતા હતા, તે ચામડાનું બનેલું હતું જેમાં ખજૂરના રેસા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ