Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 18 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને દરેકને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, પુરુષ પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તેથી તેને પોતાના ઘરવાળાઓ વિશે સવાલ કરવામાં આવશે, સ્ત્રી પોતાના પતિના ઘરવાળાઓની જવાબદાર છે, તેથી તેને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, નોકર પોતાના માલિકના માલનો જવાબદાર છે, તેથી તેને તેના માલિકના માલ વિશે સવાલ કરવામાં આવશે, ખબરદાર તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને તેને તેની હેઠળના લોકો વિશે સવાલ કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે નબી ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા લીધી) કે અમે તંગીમાં તેમજ ઉલ્લાસમાં, પસંદ હોય કે નાપસંદ હોય, તેમજ પોતાને પ્રાથમિકતા આપતી વખતે પણ અમે આજ્ઞાકારી બનીને રહીશું અને તમારી ઈતાઅત (આજ્ઞાન પાલન) કરીશું, અને એ વાત પર પણ (બૈઅત કરી) કે શાસન બાબતે અમે શાસકો સાથે ઝઘડો નહીં કરીએ, (નબી ﷺ એ કહ્યું) કે હા ,તમે તે લોકોમાં સ્પષ્ટ કુફ્ર જુઓ, જેની બાબતે તમારી પાસે કુરઆન અને હદીષમાં સ્પષ્ટ પુરાવા હોય, (તો તમે કંઈક ડગલાં ભરી શકો છો) એવી જ રીતે એ વાત પર પણ બૈઅત કરી કે અમે જ્યાં પણ જીવિત રહીશું સાચી અને હક વાત કહીશું, અને આ બાબતે કોઈ નિંદા કરનારની નિંદાની ચિંતા નહીં કરીએ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હું તમને અલ્લાહથી ડરવા, (શાસકની વાત) સાંભળવા, અને (તેમની) આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરું છું, ભલે ને તમારો શાસક કોઈ ગુલામ પણ કેમ ન હોય, (યાદ રાખો!) તમારા માંથી જે (મારા પછી) જીવિત રહેશે તે ખરેખર ખૂબ વિવાદ જોશે, તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની સુન્નતનું પાલન કરજો તેને મજબૂતી સાથે પકડી રાખજો, અને દીનના નામે નવી નવી વસ્તુઓ આવિષ્કાર કરવાથી બચીને રહેજો; કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«દીન નસીહત (શુભચિંતન) નું નામ છે » અમે સવાલ કર્યો કોના માટે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહ, તેની કિતાબ, તેના રસૂલ અને મુસલમાનોના આગેવાન તેમજ સામાન્ય લોકો માટે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક ટુકડી યુદ્ધ માટે મોકલી, તેના પ્રમુખ એક અન્સારી સહાબીને બનાવ્યા, અને આદેશ આપ્યો કે તેમનું અનુસરણ કરજો, પ્રમુખ રસ્તામાં કંઈક વાત પર ગુસ્સે થયા અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારુ અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, પ્રમુખે કહ્યું: મારા માટે તમે લાકડીઓ ભેગી કરો, લાકડીઓ ભેગી કરવામાં આવી, પ્રમુખે કહ્યું: તેમાં આગ સળગાવો, આગ સળગાવવામાં આવી, અને પ્રમુખે કહ્યું: તેમાં કૂદી જાઓ, કેટલાક લોકોએ ઈરાદો કર્યો, પરંતુ કેટલાક લોકો એકબીજાને રોકતા રહ્યા અહીં સુધી કે આગ ઠંડી પડી ગઈ, પ્રમુખનો ગુસ્સો શાંત થયો, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ કિસ્સાની જાણ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે આગમાં કૂદી જતા, તો કયામત સુધી તેમાંથી ન નીકળતા, યાદ રાખો! નેકીના કામોમાં જ અનુસરણ કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ