Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જ્યારે લોકો કોઈને અત્યાચાર કરતાં જુએ અને તેનો હાથ ન પકડે તો શક્ય છે કે અલ્લાહ તે દરેક લોકો પર પોતાનો અઝાબ ઉતારી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે»
આ હદીષ હસન લિગયરિહિ દરજ્જાની છે આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«તમારા માંથી કોઈ વ્યક્તિને લોકોનો ભય તેને સત્ય વાત કહેવાથી ન રોકે, જ્યારે તે તેને જોઈ રહ્યો હોય અથવા જાણતો હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«ખરેખર મારા પછી કેટલાક એવા લોકો તમારા આગેવાનો બનશે, જે જૂઠ બોલશે, અત્યાચાર કરશે, બસ જે વ્યક્તિ તેમની પાસે જઈ તેમના જૂઠને સત્ય બતાવશે અને અત્યાચારમાં તેમનો સહભાગી બનશે, તેનો મારી સાથે અને મારો તેની સાથે કોઈ સંબંધ નથી, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ નહીં આવી શકે, અને જે વ્યક્તિ તેમના જૂઠને સત્ય નહીં બતાવે અને અત્યાચાર કરવામાં તેમનો સહભાગી નહીં બને, તો તે મારા માંથી અને અને હું તેના માંથી છું, અને તે મારી પાસે હૌઝે કૌષર પર પણ આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે