Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જન્નતવાળાઓ ! દરેક જન્નતીઓ નજર ઉઠાવી ઉપર જો શે, અવાજ કરનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જહન્નની લોકો ! દરેક જહન્નમી નજર ઉંચી કરી કરીને જોશે, અવાજ આપનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, પછી તેને ઝબેહ કરી દેવામાં આવશે, પછી તે પોકારવાવાળો કહેશે, હે જન્નતીઓ ! તમારે હવે હંમેશા અહીં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારે પણ હમેંશા આમાં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહિ આવે, પછી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે, અને આ બેદરકાર લોકો અર્થાત દુનિયદાર લોકો અને ઈમાન નથી લાવતા} [મરયમ: ૩૯]».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ», તેના પર અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય થઈ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! આ વાતને ફરીવાર કહો, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક બીજો અમલ જેના કારણે અલ્લાહ બંદાના જન્નતમાં સો દરજ્જા બુલંદ કરે છે, દરેક બે દરજ્જા વચ્ચે એટલું અંતર છે, જેટલું અંતર આકાશ અને જમીન વચ્ચે», તેમણે કહ્યું: હે અલ્લાહના રસૂલ! તે અમલ કયો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર જન્નતમાં એક એવું વૃક્ષ છે કે એક જડપી ઘોડેસવાર સો વર્ષ સુધી પણ ચાલતો રહેશે તો પણ તેને પાર નહીં કરી શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ